Sun, 4 Oct, 5:00 am · Lion Sharad Mehta Party Plot, Ahmedabad
Lion Sharad Mehta Garden, Ramanlal Jethalal Joshi Marg, Navrangpura, Ahmedabad 380052, India
� ॥ જય આદ્યાશક્તિ મા અંબે ॥ � � વિશ્વ નાગર ફાઉન્ડેશન (VNF) આયોજિત � �� મોજ-મસ્તી અને ભક્તિનો સંગમ �� � નવરાત્રી ગરબા મહોત્સવ – ૨૦૨૬ � આવો… મા અંબાની આરાધના સાથે ગરબાની રમઝટ માણીએ, આપણી સંસ્કૃતિ અને પરંપરાના રંગે રંગાઈએ અને સમગ્ર વિશ્વ નાગર પરિવારના સ્નેહભર્યા સંગાથમાં આનંદ, ભક્તિ અને આત્મીયતાની એક અવિસ્મરણીય સાંજ રચીએ. �� � તારીખ: રવિવાર, ૪ ઓક્ટોબર, ૨૦૨૬ � સ્થળ: શરદ લાયન્સ પાર્ટી પ્લોટ, સૌરભ સોસાયટી, વિજય ક્રોસ રોડ પાસે, ડ્રાઇવ-ઇન રોડ, નવરંગપુરા / મેમનગર, અમદાવાદ – ૩૮૦૦૦૯ � ગરબા પ્રસ્તુતિ માટે નોંધણી ફી � VNF સભ્ય — નિઃશુલ્ક � બિનસભ્ય — ₹૧૫૦/- � ભોજન માટેનો સહયોગ � VNF સભ્ય — ₹૨૦૦/- � બિનસભ્ય — ₹૨૫૦/- � નોંધણી તથા ફી જમા કરાવવા માટે સંપર્ક: � ભાવનાબેન રાવલ — ૯૯૭૯૯ ૭૭૫૩૫ � કૃતિકાબેન વ્યાસ — ૯૯૭૪૯ ૪૨૩૧૦ � ખ્યાતિબેન મહેતા — ૯૯૨૫૦ ૦૩૮૦૫ � ગરબા તથા ભોજન માટેની નિયત ફી ઉપરોક્ત સંપર્ક નંબર પૈકી કોઈપણ નંબર પર જમા કરાવી પોતાની નોંધણી સુનિશ્ચિત કરવા વિનંતી. � ખાસ નોંધ: � ગરબા માટેની એન્ટ્રી / પાસની નોંધણી ૩૦/૦૯/૨૦૨૬ સુધી કરવામાં આવશે. તેથી તમામ સ્વજનોને સમયમર્યાદામાં નોંધણી કરાવી લેવા વિનંતી. � ગરબા પરફોર્મન્સમાં ભાગ લેવા ઇચ્છતા સભ્યોએ પોતાના ગ્રુપ/ટીમનું નામ ૧૫/૦૯/૨૦૨૬ સુધીમાં ફરજિયાત નોંધાવી દેવાનું રહેશે. � કાર્યક્રમના દિવસે એટલે કે ૦૪/૧૦/૨૦૨૬ના રોજ પણ કોઈ વ્યક્તિ VNFનું સભ્યપદ મેળવી નિયત સભ્યફી જમા કરાવે, તો તેને આ કાર્યક્રમ માટે VNF સભ્ય તરીકે ગણવામાં આવશે અને ગરબા પ્રસ્તુતિ તથા ભોજન માટે VNF સભ્યોને લાગુ પડતી ફી તથા અન્ય નિયમો/લાભો લાગુ પડશે. � મા અંબે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, શક્તિ અને સદભાવનાનો પ્રકાશ પાથરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. � આવો… આરાધના કરીએ, ગરબે ઘૂમીએ, સ્નેહના બંધનને વધુ મજબૂત બનાવીએ અને સાથે મળીને નવરાત્રીનો આનંદ માણીએ. � � ટીમ VNF � “વિશ્વનાગર – એક પરિવાર, એક સંકલ્પ, એક સેવા યાત્રા.” #VNF #VishvaNagarFoundation #Navratri2026 #GarbaMahotsav #Garba2026 #Ahmedabad #NavratriCelebration #MaaAmba #NagarParivar #GujaratiCulture Tickets are sold on AllEvents.